જૂનાગઢઃ લીલી પરિક્રમા કરવાની ભક્તોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં ભાવિ ભક્તો ૪૦૦ની મર્યાદામાં લીલી પરિક્રમા કરી શકશે. ઉલ્લેખનિય છે કે વનવિભાગ અને વહીવટી તંત્ર વચ્ચે સંકલનનો અભાવ જોવા મળ્યો હતો. જેમાં વનવિભાગ DCFએ ગઈકાલના રોજ કલેક્ટરને પત્ર લખ્યો હતો. તેથી મોટી સંખ્યામાં યાત્રીકો એકઠા થયા હતા. તથા અનિચ્છનીય બનાવ બને તેવી ભીતિ હતી. તેથી તાત્કાલિક મેજીસ્ટ્રેટ કક્ષાના અધિકારીની ગેઈટ પર નિમણૂંક કરવા રજુઆત કરાઇ હતી.
ગિરનારની લીલી પરિક્રમા માટે તંત્રએ ૪૦૦ લોકોના જૂથમાં મંજૂરી આપી છે. જેને પગલે હજરો શ્રદ્ધાળુઓ ગીરનાર તળેટી આવી પહોંચ્યા છે અને પરિક્રમાના નિયમોમાં ફેરફાર કરવાની માંગ કરી રહ્યાં છે. પરિક્રમા કરવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટતા પોલીસ કોરોના નિયમોના અમલવારીને પગલે લોકોને દૂર ખસેડી, પરિક્રમા ગેટથી લોકોને દૂર ખસેડાતા પોલીસનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો હતો.
પરિક્રમાર્થીઓએ મચાવ્યો હોબાળો
જૂનાગઢ વહીવટી તંત્રએ પ્રથમ માત્ર ૪૦૦ વ્યક્તિઓની મર્યાદામાં જ ફક્ત સાધુ-સંતોને પ્રતિકાત્મક પરિક્રમાની મંજૂરી આપી હતી. પરંતુ ઈટવા ગેટ પાસે હજારોની સંખ્યામાં પરિક્રમાર્થીઓનો ધસારો થતાં વહીવટીતંત્રએ નવું જાહેરનામું બહાર પાડવાની ફરજ પડી હતી.
તંત્ર વચ્ચે સંકલનનો અભાવ
વહીવટી તંત્ર અને વનવિભાગ વચ્ચે સંકલનનો અભાવ જોવા મળ્યો હતો. મેજિસ્ટ્રેટ કચેરીએથી જાહેરનામું બહાર પાડ્યા બાદ પણ વનવિભાગને જાણ કરાઈ નહોતી. છેવટે, વનવિભાગના ડીસીએફ હસ્તક્ષેપ કરતાં પરિક્રમાને મંજૂરી મળી હતી.

