જૂનાગઢને પાક.નું ગણાવતો નકશો રોજ દેખાડવો ફરજિયાત

Tuesday 16th November 2021 11:52 EST
 

ઈસ્લામાબાદ: પાકિસ્તાને ભારત વિરોધી વધુ એક ગુસ્તાખી કરતાં પોતાના દેશમાં તમામ ન્યૂઝ ચેલનો માટે કાશ્મીર સાથે જૂનાગઢને પાકિસ્તાનનો ભાગ ગણાવતો વિવાદિત નકશો રોજ દેખાડવાનું ફરજિયાત કર્યું છે.
પાકિસ્તાની મીડિયા નિયામક (પાકિસ્તાન ઇલેક્ટ્રોનિક્સ મીડિયા રેગ્યુલેટરી ઓથોરિટી)એ લેખિત આદેશ જાહેર કરી દેશમાં કાર્યરત તમામ ખાનગી અને સરકારી ન્યૂઝ ચેનલોને એ નકશો જેમાં ભારતમાં આવેલા જૂનાગઢને તથા કાશ્મીરને પાકિસ્તાનના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યું છે તેને રોજ રાત્રે ૯ વાગ્યે પ્રાઈમ-ટાઈમ ન્યૂઝ બૂલેટિન પહેલા ઓછામાં ઓછા ૨ સેકન્ડ માટે ફ્લેશ કરવા ફરમાન કર્યું છે. કાશ્મીર અને જૂનાગઢને પોતાનો ભાગ દર્શાવતાં નકશાને પાકિસ્તાન પોતાના રાજકીય નકશા તરીકે પ્રસ્તુત કરે છે. વડાપ્રધાન ઈમરાન ખાને દબાણ કર્યું છે કે ન્યૂઝ ચેનલો પ્રાઈમ ટાઈમ પડેલા આ નકશાને પ્રસ્તુત કરે.


comments powered by Disqus