કમ્પાલાઃ આ વર્ષની શરૂઆતમાં વિરોધપક્ષના સક્રિય કાર્યકરો પર થયેલી એક પછી એક કાર્યવાહી પછી યુગાન્ડાની સિક્યુરિટી સર્વિસીસે બાળકોને મહિનાઓ સુધી જેલમાં રાખ્યા હોવાનું સાક્ષીઓ અને પીડિતોએ જણાવ્યું હતું.
તેમના દાવા પ્રમાણે તેમના પર મૂકાયેલા આરોપોની ટ્રાયલ માટે તેઓ પ્રતિક્ષા કરતા હતા ત્યારે શારીરિક અત્યાચાર, પાયાના કાનૂની અધિકારોનો ઈન્કાર અને ડરાવનારી પરિસ્થિતિનો કેવો ભોગ બન્યા તેનું વયસ્કો અને બાળકોએ વર્ણન કર્યું હતું. તેમાં ધરપકડ સમયે ૧૭ વર્ષનો કિશોર અને તેનાથી નાના બાળકોનો સમાવેશ થાય છે.
તેમને છૂટકારા પછી તેમણે ‘ગાર્ડિયન’ને વર્ણવેલા અનુભવોને લીધે યુગાન્ડા પર દબાણ વધશે. દેશના પ્રમુખ યોવેરી મુસેવેની
સમક્ષ રાજકીય પડકારો ઉભા થવા લાગ્યા ત્યારથી ત્યાં માનવઅધિકારોના પતનમાં નોંધપાત્ર વધારો થયો છે.
ગયા વર્ષે ચૂંટણી પ્રચાર શરૂ થયો ત્યારથી વિપક્ષના રોબર્ટ ક્યાગુલાન્યી સ્સેન્ટામુ ઉર્ફે બોબી વાઈનના સેંકડો સમર્થકોની ધરપકડ કરીને અત્યાર સુધીના સૌથી ખરાબ દમનમાં મહિનાઓ સુધી અટકમાં રખાયા હતા, જ્યારે સિક્યુરિટી સર્વિસીસી દ્વારા શ્રેણીબદ્ધ અપહરણોમાં અન્ય ઘણાં લોકોને ગુપ્ત જેલોમાં રખાયા છે. ગયા નવેમ્બરમાં વિરોધ દેખાવોમાં ૫૦થી વધુ લોકો માર્યા ગયા હતા તેમાંથી મોટાભાગના સિક્યુરિટી ફોર્સીસના ગોળીબારનો ભોગ બન્યા હતા.
ક્યાગુલાન્યીના મોટાભાઈના ૧૫ વર્ષીય દત્તક પુત્ર હેપ્પી મુગીશાના તેના ૨૧ માર્ચે ઘરે બુકાનીધારી સશસ્ત્ર લોકોએ છાપો માર્યો હતો તેની ધરપકડ કરી હતી.
આ વર્ષે શરૂઆતમાં પીડિતો વતી વકીલોએ ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટમાં દાખલ કરેલી ફરિયાદમાં સેંકડો અપહરણની વાત છે. અટકમાં ઘણાં લોકોને તેમના સાંધા કે ગુપ્તાંગ પર વાયરથી મારવામાં આવ્યા હતા, સીગારેટના ડામ દેવાયા હતા અથવા નખ તોડી નંખાયા હતા. તેમાંના ઘણાં વાઈનના નેશનલ યુનિટી પ્લેટફોર્મ પક્ષના હતા.
યુગાન્ડાના લશ્કરી પ્રવક્તાઓએ કોઈપણ પ્રકારનો અત્યાચાર કર્યાની જવાબદારી લેવાનો ઈન્કાર કર્યો હતો. મુસેવેનીએ પણ તેવા દાવાને ફગાવી દીધા હતા.

