વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો ૭૫મો સંકલ્પ દિન ઉજવાયો

Tuesday 16th November 2021 11:53 EST
 
 

વેરાવળ: ૭૫ વર્ષ પહેલા તા. ૧૩ નવેમ્બર ૧૯૪૭ના રોજ સોમનાથ મંદિરની જર્જરિત હાલત જોઈ સરદાર પટેલનું હ્રદય દ્રવી ઉઠ્યું. તેઓએ સોમનાથ મંદિરની સમીપના સમુદ્વનું જળ હાથમાં લઇ મંદિરનો જિર્ણોદ્વાર કરવાનો સંકલ્પ કર્યો હતો. જેથી આ દિવસને સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા સંકલ્પ દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે. ઉજવણીમાં વિશેષ મહાપૂજા પુષ્પાંજલિ જેવા કાર્યક્રમો યોજે છે. જે મુજબ પણ સોમનાથ મંદિર ખાતે સંકલ્પ દિનની ઉજવણી કરવામાં આવી હતી.
ભારત દેશ આઝાદ થવાની સાથે જૂનાગઢ જિલ્લાને પણ સરદાર વલ્લભભાઇ પટેલ આઝાદી અપાવી હતી. ત્યાર બાદ સરદાર પટેલ નૂતન વર્ષ તા. ૧૩. નવેમ્બર ૧૯૪૭ના દિવસે સોમવારે ભૂમિ પર પહોંચ્યા હતા. તે સમયે સોમનાથ મંદિરની જર્જરિત સ્થિતિ તથા જીર્ણ અવશેષો નિહાળીને સરદાર પટેલનું હ્રદય દ્રવી ઉઠતા એ સમયે જ સોમનાથ મંદિરની સમીપના અરબી સમુદ્વ કાંઢે પહોંચી સમુદ્રનું જળ હાથમાં લઇને સોમનાથ મંદિરનું પુનઃ નિર્માણ કરવા માટેનો સંકલ્પ લીધો હતો. ત્યાર બાદ સોમનાથ મંદિરના પુનઃનિર્માણનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.
 તા. ૧૧ મે ૧૯૫૧ના દિવસે સોમનાથ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ તત્કાલિન પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદના હસ્તે થઇ હતી. ત્યારે રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે સોમનાથનું આ મંદિર વિશાળ પર નિર્માણના વિજયનું પ્રતિક છે. આ સમયે મંદિરની સમીપના દરિયામાંથી નૌકાદળે ૧૦૧ તોપની સલામી આપી હતી. જેથી દર વર્ષે ૧૩ નવેમ્બરના રોજ સોમનાથ મંદિર ખાતે સંકલ્પ દિનની વિશેષ ઉજવણી કરવામાં આવે છે.
લોખંડી પુરુષ સરદાર પટેલમાં સંકલ્પને ૭૪ વર્ષ પૂર્ણ થયા છે.


comments powered by Disqus