શ્રદ્વાનો સાગર છલકાયોઃ ખોડલધામમાં ૫ લાખ લોકો દર્શનાર્થે આવ્યા

Tuesday 16th November 2021 11:56 EST
 
 

રાજકોટઃ દિવાળીની રજાઓમાં લોકો ધાર્મિક અને પ્રવાસન સ્થળોએ ફરતા નીકવ્યા હતા. કાગવડ ખાતે આવેલું ખોડલધામ મંદિર ધાર્મિક અને પ્રવાસન બંને રીતે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ૧થી ૮ નવેમ્બર દરમિયાન ખોડલધામ મંદિર સૌરાષ્ટ્રભરમાંથી અંદાજિત ૫ લાખ ભાવિકો દર્શનાર્થે આવ્યા હતા. ટ્રાફિક વ્યવસ્થા અને દર્શનાર્થીઓને અગવડ ન પડે તેને લઇને નેશનલ હાઇવે પરથી ખોડલધામ મંદિર સુધીનો રોડ વન-વે કરવામાં આવ્યો છે. દિવાળીના તહેવાન દરમિયાન દર્શને આવેલા ભક્તોને ખોડલધામ અન્નપૂર્ણાલયમાં મહાપ્રસાદ લીધો હતો. નેશનલ હાઇવે લઇને ખોડલધામ મંદિર સુધી ભક્તોને કોઇ તકલીફ ન પડે તે માટે દરરોજ એક હજારની વધુ સ્વયંસેવકોએ સેવા આપી હતી. કોરોના મહામારીને ધ્યાને રાખીને કોરોનાની ગાઇડલાઇનનું પાલન થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત ભક્તો માટે વિનામૂલ્યે ચા-પાણીની પણ સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.


comments powered by Disqus