નવીદિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર સમગ્ર વિશ્વના સથી લોકપ્રિય નેતા ચૂંટાયા છે. મોર્નિંગ કન્સલ્ટ તરફથી જાહેર કરવામાં આવેલા ગ્લોબલ લીડર એપ્રૂવલ રેટિંગમાં વડાપ્રદાન મોદી ૭૦ ટકા એપ્રૂવલ સાથે ટોચ ઉપર છે. વડાપ્રધાનને વિશ્વભરના પુખ્ત લોકો વચ્ચે સૌથી વધારે રેટિંગ મળ્યું છે. નોંધનીય છે કે મોર્નિંગ કન્સલ્ટે ૨૦૧૯મા ડેટા એક્તરકરવાનું શરૂ કર્યું હતું. મેક્સિકન પ્રેસ્નન્નટ એડ્રેસ મેનુઅલ લોપેઝ ઓબ્રાડોર ૬૬ ટકા રેટિંગ સાતે બીજા ક્રમે ચાલી રહ્યા છે. તેના પછી ત્રીજા ક્રમે ઇટલીના વડાપ્રધાન મારિયો દ્રાગીનો આવે છે જેમને ૫૮ ટકા રેટિંગ મળ્યું છે. જર્મનીના ચાન્સેલર એંજેલા મર્કેલ ૫૪ ટકા વોટ સાથે ચોથા ક્રમે જ્યારે ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન સ્કોટ મોરિસન ૪૭ ટકા સાથે પાંચમા ક્રમે છે અમેરિકન પ્રેસિડેન્ટ જો બાઇડેન ૪૪ ટકા વોટ સાથે છઠ્ઠા ક્રમે છે. કેનેડાના જસર્ટિન ટ્રુડો ૪૩ ટોકા વોટ સાથે સાતમા ક્રમે છે. યુકેના વડાપ્રધાન બોરિસ જ્હોનસન ૪૦ ટકા વોટ સાથે દસમા ક્રમ ઉપર છે.
૧૩ રાષ્ટ્રોના વડાને મોદીએ પાછળ રાખ્યા
સર્વે ડેટા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકપ્રિયાતના મામલે વિશ્વના ૧૩ શક્તિશાલી રાષ્ટ્રના વડાન પાછળ રાખી દીધા ચે. મોર્નિંગ કન્સલ્ટ એક પોલિટિકલ ઇન્ટેલિજન્સેટિંગ કંપની છે. તે ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇટલી, જાપાન, મેક્સિકો, દક્ષિણ કોરિયા, સ્પેન, યુકે અને યુએસના નેતાઓ સાથે રેટિંગ ટ્રેક કરે છે. તે સાપ્તાહિક આધાર ઉર આ ૧૩ દેશોના ડેટાને અપડેટ કરે છે. આ સર્વે એજન્સી તમામ ઇન્ટરવ્યૂ ઓનલાઈન હાથ ધરે છે. જેમાં રાષ્ટ્રીય પ્રતિનિધિઓ તથા પુખ્તોના સેમ્પલ્સ સામેલ હોય છે.

