અંબાજીઃ યાત્રાધામ અંબાજીના વિકાસ માટે માઈભક્તોના દાનની સરવાણી વહે છે. દાતાઓના દાનથી અંબાજી માતાજીના મંદિરના શિખરને સુવર્ણમય બનાવવામાં આવ્યું છે. અમેરિકામાં વસતા મહેન્દ્રભાઈ પટેલ અને હર્ષદભાઈ પટેલ તરફથી રૂ. ૪૮ લાખની કિંમતનું ૧ કિ.લો. સોનું સુવર્ણ શિખર માટે મંદિરને ભેટમાં મળ્યું છે.
અંબાજી મંદિર દ્વારા પૂરી પાડવામાં આવેલી માહિતી પ્રમાણે, અત્યાર સુધીમાં ૬૧ ફૂટ સુવર્ણ શિખરની કામગીરી પૂર્ણ થઈ છે. જેમાં ૧૪૦ કિલો ૪૩૫ ગ્રામ સોનું અને ૧૫ હજાર ૭૧૧ કિલોગ્રામ તાંબાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, હાલ સુવર્ણ યોજના-૨ હેઠળ સોનાના દાનનો સ્વીકાર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જેને યાત્રિકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.