અમદાવાદઃ શહેરના ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કતાર એરવેઝમાં દોહાથી આવેલા એક પેસેન્જર પાસેથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના અધિકારીઓએ રૂ. પાંચ કરોડનું કોકેન જપ્ત કર્યું છે. સાઉથ આફ્રિકાનો પાસપોર્ટ ધરાવતો ડેરેક પિલ્લે નામનો પેસેન્જર ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી કોકેન સપ્લાય કરતો હતો. દિલ્હી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો દ્વારા લુકઆઉટ સર્ક્યુલર નોટિસ પણ ઇશ્યૂ કરવામાં આવી હતી.