ગાંધીનગરઃ દેશમાં રાજકીય પાર્ટીઓને ઉદ્યોગગૃહો, સંસ્થાઓ તરફથી તથા વ્યક્તિગત રીતે કહેવાતું દાન મેળવવા માટે ચૂંટણી બોન્ડ સ્કીમ, ૨૦૧૮ લાગુ થઈ હતી. એ પછી માર્ચ, ૨૦૧૮થી માડીને જુલાઈ, ૨૦૨૧ સુધીમાં કુલ ૧૪,૩૬૩ બોન્ડ ખરીદીને ઉદ્યોગગૃહોએ કુલ રૂ. ૭,૩૮૦.૬૩૮ કરોડનું રાજકીય પક્ષોને કર્યું છે. જે પૈકી રૂ. ૨૨૮.૫૦ કરોડનું દાન ગુજરાતમાંથી થયુંહોવાનું એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ-એડીઆર એ જાહેર કર્યું હતું.
ગુજરાતમાંથી ચૂંટણી બોન્ડ ખરીદી રાજકીય પક્ષોને ચૂંટણી ફંડ આપવા માટે ગાંધીનગરની એસબીઆઈ નિવૃત થયેલી છે, જ્યાંથી ઉક્ત સમયગાળા દરમિયાન રૂ. ૧૦ લાખના એક એવા ૧૬૫ બોન્ડ થકી રૂ. ૧૬.૫૦ કરોડનું અને રૂ. ૧ કરોડના એક એવા ૨૧૨ બોન્ડ થકી રૂ. ૨૧૨ કરોડનું દાન થયું હતું. સ્કીમ શરૂ થઈ ત્યારથી માંડીને અત્યાર સુધી ગુજરાતમાંથી આ દાન થયું છે. ચૂંટણી બોન્ડ દ્વારા કઈ પાર્ટીને કેટલું દાન મળે છે તે સિફતપૂર્વક જાહેર થાય છે, પણ પ્રત્યેક બોન્ડ કોણ ખરીદે છે અને કઈ પાર્ટીને દાન અપાય છે તે બાબત જાણીબૂંજીને આ સ્કીમમાં છુપાવાય છે.