જામનગરમાં બનેલા મશીન પર ચંદ્રયાનના સ્પેરપાર્ટ્સ બનાવાશે

Tuesday 17th August 2021 12:59 EDT
 
 

જામનગર: દુનિયાના અનેક દેશની ભારતના માનવરહિત ચંદ્રયાન-૩ મીશન પર નજર મંડરાયેલી છે. જેની તૈયારીમાં જામનગરનું નામ પણ જોડાયું છે. કારણ કે, ચંદ્રયાન-૩ના પાર્ટ્સ બનાવવા માટે જરૂરી મશીન જામનગરની ગીતા મીશન ટુલ્સ પ્રાઇવેટ લીમીટેડ કંપનીને બનાવ્યું છે. કંપનીના યુનિટમાં ખાસ સીએનસી સ્પેશ્યલ પર્પઝ મશીન બનાવાયું હતું. ગીતા મશીન ટુલ્સના મેનેજીંગ ડીરેકટર સરદારસિંહ જાડેજાએ જણાવ્યું હતું. કે, ૯૦ ટન વજનના મશીનમાં ચંદ્રયાન અને રોકેટના સ્પેરપાર્ટ્સ બનશે. આ મશીનના નિર્માણમાં ૮ મહિના જેટલો સમય લાગ્યો હતો. અને ૨૫થી ૩૦ કારીગરોએ સતત કામ કર્યું હતું. આટલું જ નહીં ભારે વજનનું આ મશીન છુટું કરી ૯ ટ્રકમાં હૈદ્રાબાદ મોકલવામાં આવ્યું હતું. જ્યાં જામનગરની કંપનીના ૨ કર્મચારીઓની ટીમ હૈદ્રાબાદ ગઇ હતી અને મશીન ફીટ કરી એપ્રુવ કરાવ્યું હતું.


comments powered by Disqus