નવી દિલ્હીઃ ઈડીએ ભારત અને નોર્વેની એક સંયુક્ત કંપનીની રૂ. ૧૩૪ કરોડની સંપત્તિ ટાંચમાં લીધી છે. આ સંપત્તિ ગુજરાત મેરીટાઈમ બોર્ડ કૌભાંડ સાથે સંકળાયેલા કેસને ધ્યાને રાખીને જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં
આવી છે.
જપ્ત કરાયેલી સંપત્તિની કિંમત ૯૦,૬૨,૧૮,૦૦૦ રૂપિયા અને સાથે ૪૩,૭૫,૮૨,૦૦૦ રૂપિયાના બેંક બેલેન્સનો સમાવેશ થાય છે જે આતાષ નોર કંટ્રોલ લિ. (એએનએલ) સાથે સંકળાયેલી છે. ઈડીએ મની લોન્ડરિંગ કાયદાની જોગવાઈઓ પ્રમાણે આ સંપત્તિને ટાંચમાં લેવાનો આદેશ આપ્યો હતો. જેની કુલ કિંમત ૧૩૪.૩૮ કરોડ રૂપિયા છે.