ભૂજઃ કચ્છ જિલ્લાની પાકિસ્તાન સરહદને અડીને આવેલા ભારતના પિલર નં. ૧૦૭૯-એમ પાસે સીમા સુરક્ષા દળના જવાને પાકિસ્તાનના ૧૪ ઓગષ્ટના સ્વતંત્રતાદિન પ્રસંગે મીઠાઈનું બોક્સ શુભેચ્છારૂપે આપ્યું હતું. તો સામે પાકિસ્તાન બાજુથી પણ ભારતના જવાનોને મીઠાઈ આપવામાં આવી હતી. ખુશીના આ પ્રસંગે બંને દેશોના જવાનોએ હર્ષોલ્લાસ સાથે વધાવી લીધી હતી.