અંકલેશ્વર: ગુજરાતમાં હાલ ઝડપથી વેક્સિનેશન પ્રોગ્રામ ચાલી રહ્યો છે. આ વચ્ચે અંકલેશ્વર સ્થિત કંપનીની સબસિડરી chiron Behring Vaccinesમાં કોવેક્શિન રસીના ઉત્પાદનને મંજૂરી આપી દેવાઈ છે. ત્યારે જલ્દી જ અંકલેશ્વરમાં કોવેક્સીનનું પ્રોડ્ક્શન શરૂ થઈ જશે. અંગેની ટ્વિટ કરતાં કેન્દ્રિય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સબકો વેક્સિન મુફ્ત વેક્સિન અભિયાન અંતર્ગત દેશની સૌથી મોટી વેક્સિનેશન ડ્રાઇવ ચાલી રહી છે. ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્શિન વેક્સિનને હાલમાં માન્યતા અપાઈ છે. ત્યારે હવે અંકલેશ્વરમાં કોવેક્સિનનું ઉત્પાદન થવા જઈ રહ્યું છે. દેશભરમાં વેક્સિનેશન થવાનું છે, તેથી મોટાપાયે વેક્સિનની જરૂરિયાત છે. આમ, વેક્સિન ઉત્પાદન વધારવાની પણ જરૂરિયાત છે. આવામાં અંકલેશ્વર સ્થિત સબસિડરી Chiron Behring Vaccinesની વાર્ષિક ૨૦૦ મિલિયન ડોઝ ઉત્પાદન ક્ષમતા છે. યુનિટ એના રેબિટ્સની વેક્સિનના ઉત્પાદનને અટકાવી કોરોના વેકસિનનું ઉત્પાદન શરૂ કરશે.