રાજકોટ: ભુજના જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરમાં રખાયેલા બે પાકિસ્તાની માછીમારોને તેમના વતન પરત મોકલાયા છે. પાકિસ્તાની માછીમારો દેશની વિવિધ જેલોમાં સજા ભોગવ્યા બાદ અટારી-વાઘા બોર્ડર મારફતે તેમના વતન મોકલવામાં આવ્યા હતા. છુટા કરાયેલા લોકોમાં એક એવો પણ પણ છે જેને વિઝા સમાપ્ત થઇ ગયા છે. ભુજ-કચ્છના જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટર (જેઆઇસી)માં રહેલા અલી અને અલ્લાબક્ષીને વાઘા બોર્ડર ખાતેથી પરત મોકલવાયા હતા. આ બંને માછીમારો છે.