મોરબીના MLAની પુત્રીએ જ ઘરમાંથી રૂ. ૩૦ લાખની ચોરી કરી

Tuesday 17th August 2021 13:46 EDT
 

અમદાવાદ: મોરબી જિલ્લાના ધારાસભ્યના ઘરમાંથી સગીપુત્રીએ રૂ. ૩૦ લાખની રોક્ડ રકમની ચોરી કરી છતાં નેતાએ ચોરીની ફરિયાદ ના નોંધાવતા મામલો ગરમાયો છે. પુત્રી અને જમાઈના કરતૂતનો ભોગ બનેલા નેતાનું રાજકારણ ઘરમાં ના ચાલ્યાની
ચર્ચાએ મોરબી જિલ્લામાં જોર પકડયું છે.
મોરબી જિલ્લામાં વિધાનસભામાં ચુંટાયેલા ચાર ધારાસભ્યોમાંથી બે કોંગ્રેસના તેમજ બીજા કોંગ્રેસના પક્ષપલ્ટુ ભાજપમાં છે. આ ચારમાં કટકી બાજી અને ટેક્સ ચોરીમાં માસ્ટર ગણાતા નેતા પત્ની સાથે થોડા સમય પહેલા લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા. દરમિયાન સાસરીમાં રહેતી પુત્રીએ નેતાના ઘરે પહોંચી રૂ.૩૦ લાખની રોક્ડ રકમની ચોરી કરી લીધી હતી. આ ચોરીની જાણ થવા છતાં પણ નેતાએ પુત્રી વિરૂદ્ધ પોલીસમાં કોઈ ફરિયાદ નોંધાવી ન હતી. બીજી તરફ પુત્રી અને જમાઈએ ચોરીની રકમ લઈ મોજમજા શરૂ કરી દીધી છે. બીજી તરફ પોતાની પુત્રી વિરૂદ્ધ ફરિયાદ ના કરી શક્તા નેતાને પગલે લોકોમાં ચર્ચા છે કે સાહેબનું રાજકારણ ઘરમાં ના ચાલ્યું. બીજી તરફ કટકીના રૂપીયા હોવાથી નેતા કોઈ કાર્યવાહી કરે તો લાખો રૂપીયા આવ્યા કયાંથી
તેનો હિસાબ આપવો પડે તેવી સ્થિતી છે.


comments powered by Disqus