મોરબી: મોરબી રાજકોટ હાઇવે પર આવેલા અંજતા ઓરેવા ફેક્ટરીના પ્લાન્ટમાં ૧૫મી ઓગસ્ટના સવારે ૪ વાગ્યાના સુમારે આગ ફાટી નીકળી હતી. પ્લાન્ટમાં રહેલા પ્લાસ્ટિક અને કલર વિભાગમાં થીનર પ્લાન્ટ સુધી આગ પહોંચી જતાં ધડાકાભેર થીનર બાટલા ફાટ્યા હતા. જેથી આગ વધુ વિકરાળ બની હતી. આ આગ બે માળ સુધી પ્રસરી હતી. બનાવ વખતે વહેલી સવારનો સમય હોવાથી પ્લાન્ટમાં કર્મચારીઓ હાજર ન હતા. ઘટનાની જાણ થતાં મોરબી ફાયરની ટીમ સ્થળ પર પહોંચી હતી પણ આગ પર કાબુ મેળવવામાં નિષ્ફળ નીવડી હતી. જે બાદ રાજકોટની ફાયરની ટીમને આવી પહોંચી હતી અને ૧૧ કલાકની જહેમત બાદ સવારે આગ પર કાબુ મેળવી શકાયો હતો.