રાજ્યના ૮ મહાનગરોમાં રાતના ૧૧થી સવારના ૬ સુધીના કરફ્યૂની મુદત ૧૨ દિવસ વધી

Tuesday 17th August 2021 14:56 EDT
 
 

ગાંધીનગરઃ રાજ્યના ગૃહવિભાગે અમદાવાદ, સુરત સહિતના આઠેય મહાનગરોમાં પ્રવર્તમાન રાત્રિ કરફ્યૂની મુદ્દતમાં ૧૨ દિવસનો વધારો કર્યો છે. રાતે ૧૧ કલાકથી સવારે ૬ કલાક સુધી કરફ્યૂનો અમલ હવે ૨૮મી ઓગસ્ટ સુધી અમલમાં રહેશે. જો કે, ૨૯મી ઓગસ્ટે શિતળા સાતમ છે અને ૩૦મી જન્માષ્ટમીનો તહેવાર છે. આથી, ૨૮મી ઓગસ્ટ પછી રાત્રિ કરફ્યૂની મુદ્દતમાં એક-બે કલાકના વધારા સાથે રાજ્યમાં હોટેલ, રેસ્ટોરન્ટ, સિનેમા, મલ્ટિપ્લેક્સ સહિતની પ્રવૃત્તિઓને સંપૂર્ણ રીતે પૂર્વવર્ત કરવામાં આવશે એમ મનાય છે.

નવરાત્રિમાં શેરી ગરબાને છૂટછાટ મળવાની સંભાવના

કોરોનાની બીજી લહેર ધીમી પડી છે અને પવિત્ર શ્રાવણ સહિતના તહેવારોનું આગમન થઈ ચૂક્યું છે. ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યા ઘટી છે ત્યારે આ વખતે નવરાત્રિ યોજવી કે મોકૂફ રાખવી તે અંગે રાજ્ય સરકારે ચર્ચાનો દોર શરૂ કર્યો છે. આ વખતે શેરી ગરબાને છૂટછાટ મળી શકે છે જ્યારે ક્લબ અને પાર્ટી પ્લોટમાં યોજાતા મોટા ગરબા પર સરકાર પ્રતિબંધ લાદી શકે છે.
કોરોનાની મહામારીને કારણે ગત વર્ષે નવરાત્રિની ઊજવણી પર પ્રતિબંધ લદાયો હતો.


comments powered by Disqus