જૂનાગઢઃ વીકીપિડિયાએ જૂનાગઢને પાકિસ્તાનનો વિવાદીત ભાગ દર્શાવતો નકશો જારી કર્યો છે. જેમાં કાશ્મીરને પણ પાક. નો વિવાદીત વિસ્તાર દેખાડ્યો છે. સોશિયલ મીડિયા પર આ નકશો ટ્રોલ થયો હતો. જેમાં તેનો વિરોધ વ્યક્ત કરતી વિવિધ કોમેન્ટો થઇ હતી. તો આ નકશાને એક પાકિસ્તાનની સોશિયલ મીડિયા યુઝરે પણ ટેગ કર્યા હતો. જેમાં ઇસ્લામાબાદમાં જૂનાગઢના બનેરો લાગ્યા હોવાના ફોટોને શેર કરાયો હતો. આ નકશા પર તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરાઇ હતી. અત્રે નોધનિય છે કે, પાકિસ્તાનમાં રહેતા જૂનાગઠના નવાબના વંશજની તાજપોશી જૂનાગઢ નવાબ તરિકે કરાઇ હતી. પાકિસ્તાન રહેતા જૂનાગઢના નવાબના વંશજ આજે પણ જૂનાગઢને પાકિસ્તાનનો હિસ્સો જ માને છે અને પાકિસ્તાનમાં જૂનાગઢને મર્જ કરવા માટે મૂવમેન્ટ ચલાવે છે.