વિપુલ ચૌધરી કોર્ટની મંજૂરી વગર સહકારી ચૂંટણી લડશે નહીંઃ હાઈકોર્ટ

Tuesday 17th August 2021 12:36 EDT
 

અમદાવાદઃ હાઈકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠે આદેશ કર્યો હતો કે, વિપુલ ચૌધરી કોર્ટની મંજૂરી વગર સહકારી ક્ષેત્રની કોઈપણ ચુંટણી લડી શકશે નહીં. આ ઉપરાંત, હાઈકોર્ટે એ પણ આદેશ કર્યો છે કે, ‘અરજદારને પાઠવેલી શો-કોઝ નોટિસ પર જિલ્લા સહકારી રજિસ્ટ્રાર કોઈ કાર્યવાહી કરે નહીં.’ રાજ્ય સરકારની રજૂઆત હતી કે, ‘સુપ્રીમ કોર્ટનો આદેશ હતો કે, વિપુલ ચૌધરીએ વર્ષ ૨૦૧૮ સુધી સહકારી ક્ષેત્રની કોઈપણ ચુંટણીમાં ભાગ લેવો નહીં. વર્ષ ૨૦૧૫માં જિલ્લા સહકારી રજીસ્ટ્રારે વિપુલ ચૌધરીને છ વર્ષ માટે ગેરલાયક ઠેરવેલ, આ હુકમ સામે થયેલી અરજીમાં હાઈકોર્ટે ગેરલાયક ઠેરવવાના સમયગાળાને ઘટાડીને ત્રણ વર્ષ ૨૦૧૮ સુધીનો કર્યો હતો. આ આદેશ છતાં, વિપુલ ચૌધરીએ વર્ષ ૨૦૧૭માં ચરાડા દુધ ઉત્પાદક મંડળીના કારોબારીના સભ્યની ચુંટણી લડી અને જીતેલા. જેથી, જિલ્લા રજીસ્ટ્રારે તેને ફરી ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી શરૂ કરતા તેની સામે હાઈકોર્ટના સિંગલ જજમાં અરજી કરાયેલી, જે નકારાઈ હતી.


comments powered by Disqus