હિંમતનગરઃ ગુજરાતના સાબરકાંઠા વિસ્તારમાં પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે સપ્તેશ્વર મહાદેવનું અલૌકિક પૌરાણિક શિવાલય આવેલું છે. ૩૪૦૦ વર્ષ જૂના મનાતા આ શિવાલય પર અવિરત સાત ધારાઓનો અભિષેક વહ્યાા કરે છે. સાત ધારાઓના પાણીનો અવાજ વાતાવરણને એકદમ દિવ્ય બનાવે છે. વર્ષોથી અવિરત વહેતી ધારાઓ અને શિવાલય સાથે અનેક વાર્તાઓ વણાયેલી છે. ત્યારે શ્રાવણ માસમાં શ્રદ્ધાળુઓ વિશેષ દર્શન અને પૂજાનો લાભ લેવા દૂરદૂરથી અહીં આવતા હોય છે.