સુરતઃ સુરત વિમાન મથકે રન વે ઉપર ટેક ઓફ માટે દોડી રહેલા વિમાન વચ્ચે બે ભેંસ દોડી આવવાના કેસમાં સ્પાઈસ જેટ દ્વારા એરપોર્ટ ઓથોરિટી સામે રૂ. ૪૪.૬૨ કરોડનો નુકશાનીનો દાવો કર્યો છે. એરપોર્ટ ઓથોરિટીની સુરતની પ્રાદેશિક કચેરી અને દિલ્હી સ્થિત કોર્પોરેટ ઓફિસ બંને સામે આ દાવો કરાયો છે.
તેમાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા તેમની પાસે સ્પાઈસ જેટની જમા એવી રૂ. ૧૬૦ કરોડની ડિપોઝીટ જપ્ત નહીં કરવા માટે પણ દાદ માગવામાં આવી છે. આ અંગે યોજાયેલી સુનાવણીમાં કોર્ટે ડિપોઝિટ જપ્તી અંગે તા. ૨૪ ઓગસ્ટમના હિયરિંગ સુધી સ્ટેટસ જાળવી રાખવાનો વચગાળાનો મનાઈ હુકમ ઓથોરિટીને આપ્યો છે.