પોરબંદરઃ રાણાવાવ-આદિત્યાણા રોડ પર આવેલી સૌરાષ્ટ્ર સિમેન્ટ હસ્તકની હાથી સિમેન્ટ ફેક્ટરીમાં ચીમનીના અંદરના ભાગે રંગરોગાન વખતે જ માંચડો તૂટી પડતા ચીમનીની અંદર ૪પ મીટરની ઊંચાઈ પર કામ કરી રહેલા ૬ મજૂરો પટકાયા હતા. અકસ્માતમાં મોડી રાત સુધી મજૂરોના બચાવ માટે કામગીરી ચાલી રહી હતી. ચીમનીની અંદર પટકાયા પછી કાટમાળ હેઠળ દબાયેલા મજૂરોમાંથી એક મજૂરને મોડી રાત્રે ગંભીર સ્થિતિમાં બહાર કઢાયો હતો. જ્યારે ૩ મજૂરોના મોત નિપજ્યા હતા. બીજી તરફ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ દુર્ઘટનાની માહિતી મેળવીને એનડીઆરએફની બે ટીમ મોકલાવી હતી. મોડીરાત સુધી એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ ઓપરેશન કર્યું હતું.