અમદાવાદ: ૧૯૨૬માં સ્થાપિત થયેલી ગુજરાતી પુસ્તકોની પ્રકાશન સંસ્થા આર.આર, શેઠની કંપનીના સંચાલક ભગતભાઇ ભૂરાલાલ શેઠનું ૭૯ વર્ષની ઉંમરે અવસાન થયું હતું. તેમના પિતા ભૂરાલાલ શેઠના ૧૯૫૮માં થયેલાં અવસાન પછી સંસ્થાની બાગડોર તેમણે એકલે હાથે સંભાળી હતી.
૬૩ વર્ષ સુધી તેઓ પ્રકાશન પ્રવૃત્તિ સાથે જોડાયેલા રહ્યા હતા. ભારતમાં પુસ્તક પ્રકાશનોની સર્વોચ્ચ સંસ્થા ફેડકેશન ઓફ ઇન્ડિયન પબ્લિશર્સ દ્વારા તેમના પ્રદાન માટેના ડિસ્ટીગ્વિશ્ડ પબ્લિશર અને ડિસ્ટીગ્વિશ્ડ બુકસેલરનો એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યો હતો. ગુજરાતી પ્રકાશનોમાં આ બંને ઓવોર્ડ મેળવનાર તેઓ એકમાત્ર પ્રકાશન હતા. ૧૬ વ્યક્તિ તેમના સંયુક્ત પરિવારને જોડી રાખવામાં તેમનું મહામૂલું પ્રદાન હતું.
