જૂનાગઢઃ કોરોના મહામારીની આ બીજી લહેરનો કહેર ગામડાઓમાં પણ જોવા મળ્યાં છે. કોરોનાના કેસની સંખ્યા અને મોતનો આંકડો ગામડાઓમાં વધ્યો છે. એક બાજુ સ્વાસ્થ્ય સંબંધિત અપૂરતી સુવિધાઓને કારણે અહીંથી વિદેશ ગયેલા લોકો વતની વહારે આવ્યા છે. અમેરિકા પટેલ સાંસ્કૃતિક સમાજ દ્વારા પ્રોજેકટ માતૃભૂમિ અંતર્ગત પાંચ કરોડનું માતબર દાન એકત્ર કરીને ગુજરાતના ગામોને પ્રાણવાયુ મશીનો મોકલવામાં આવશે.
સૌરાષ્ટ્ર પટેલ કલ્ચર સમાજ દ્વારા ગુરાતમાં કોરોનાની ઘાતક સ્થતિ તેમજ ઓક્સિજનના પોકાર સાંભળી માતૃભૂમિને મદદ આવવાનો નિર્ણય કર્યો હતો. પ્રોજેક્ટ માતૃભૂમિ અંતર્ગત ફક્ત ચાર દિવસમાં રૂ. પાંચ કરોડ (૧,૮૦,૦૦૦ ડોલર) દાનની રકમ એકત્ર કરીને ૧૧૦૦થી વધુ ઓક્સિજન મશીનો તથા અન્ય સામગ્રી વસાવી છે. જર્મન તથા અમેરિકાથી ઓક્સિજન મશીનો સૌરાષ્ટ્રનાં ગામડે ગામડે કોરોના પીડિત દર્દીઓનાં જીવ બચાવા માટે આ મશીન ઉપયોગી બનશે. આ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન એક પોર્ટેબલ મશીન છે.
જે હવાથી ઓક્સિજન કોમ્પેક્ટ કરે છે. ફિલ્ટર કરી શુદ્ધ ઓક્સિજન દર્દીને પહોંચાડે છે. પ્રોજેક્ટ માતૃભૂમિ અંતર્ગત સૌરાષ્ટ્ર પટેલ કલ્ચરલ સમાજ અમેરિકા આ મશીનો તથા અન્ય સામગ્રી એરકાર્ગો, એર ઇન્ડિયા, યુપીએસ અને બાલાજી
વેફર્સ સંસ્થાના સહયોગીથી પહોંચાડવામાં આવશે. આ મશીનો કોરોનાના દર્દીઓ માટે આશીર્વાદ રૂપ બનશે.
