અમદાવાદ : કોરોનાની સારવાર ચાલી રહી હોય ત્યારે અથવા સાજા થયા બાદ ૪૦થી વધુની ઉંમરના દર્દીઓમાં મ્યુકર માયકોસિસના જીવલેણ રોગનું જોખમ વધી ગયું છે. ડાયાબિટીસ, કેન્સર, કિડની અને કોરોનાના દર્દીને વધુ પડતા સ્ટીરોઇડના ઇન્જેક્શન આપવાથી મ્યુકર માયકોસિસનું જોખમ જોવા મળે છે પરંતુ આ સિવાય ઓક્સિજનના સાધનો જેવા કે, ઓક્સિજન માસ્ક, હ્યુમિડિટીફાયરને યોગ્ય રીતે સ્ટરીલાઇઝ ન કરાયા હોય તો પણ દર્દીને નાક દ્વારા આ મ્યુકર માયકોસિસ ફુગ દર્દીને શરીરમાં પ્રવેશે છે અને આંખ, નાક, મગજ અને ફેફસાંમાં ફેલાય છે.