ભુજઃ બિસ્લેરી કંપની દ્વારા નવી જાહેરખબરમાં જેમાં એક ઊંટ દ્વારા સામેના શિક્ષકને માસ્ટરજી શબ્દથી સંબોધિત કરવામાં આવ્યા છે. તેની સાથે કોન્ટેક્ટ લેસ પાણી પીવાનું જણાવી, આટલી પણ ખબર નથી પડતી તમને, એવું કહી એક ઊંટ મજાક ઉડાવતો દર્શાવાયો છે. ભુજ નજીકની કેરા હાઈસ્કૂલના આચાર્ય બ્રિજેશભાઈ ઠક્કરે રોષપૂર્વક જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ મજાક વિશે બિસ્લેરી કંપનીના કોલ સેન્ટરમાં ફોન કરીને મેં મારી નારાજગી નોંધાવી છે. અને કંપનીના ફોન નંબર પર મિસ કોલ કરીને વિરોધ દર્શાવવા સોશિયલ મીડિયા પર લોકોને અપીલ પણ કરી છે.