કોરોનાથી ફ્લાઇટના પેસેન્જરોની સંખ્યા ૧૯ હજારથી ઘટી ૮ હજાર

Wednesday 19th May 2021 07:26 EDT
 
 

અમદાવાદ: દેશમાં કોરોનાની બીજી લહેર શરૂ થયા બાદ અમદાવાદ એરપોર્ટથી સંચાલિત ફ્લાઈટમાં મુસાફરી કરતા પેસેન્જરોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો છે. ૨૦૨૧ની શરૂઆતમાં કોરોનાના કેસો ઘટતા ફ્લાઈટમાં પેસેન્જરોની સંખ્યા વધી હતી. અમદાવાદ એરપોર્ટ પર માર્ચ ૨૦૨૧માં ૧૮,૫૫૦ પેસેન્જરોએ મુસાફરી કરી હતી. પરંતુ માર્ચ અંત બાદ કોરોનાની બીજી લહેર પછી ૮ હજાર પેસેન્જરો મુસાફરી કરી હતી.
એરલાઈન્સના અધિકારીઓએ જણાવ્યું કે, અમદાવાદ એરપોર્ટથી દરરોજ ૧૮૦થી વધુ ફ્લાઈટનું સંચાલન થતુ હતું. પરંતુ હાલમાં પેસેન્જરો ન મળતા મોટા પાયે ફ્લાઈટો કેન્સલ કરવી પડે છે. એક જ રૂટની બે કે તેથી વધુ ફ્લાઈટના પેસેન્જરોને મર્જ કરાય છે. હાલમાં અમદાવાદથી ૮૦થી ૯૦ ફ્લાઈટો જ ઓપરેટ થઈ રહી છે.


comments powered by Disqus