જૂનાગઢના ડોક્ટરની કોરોનાની દવાને આખરી ટ્રાયલ માટે મંજૂરી

Wednesday 19th May 2021 07:57 EDT
 

જૂનાગઢઃ ગુજરાત યુનિવર્સિટી સાથે કોરોના અંગેની આયુર્વેદ દવા બનાવતા જૂનાગઢના ડો. અક્ષય સેવકની ઇમ્પુરાઇઝને ત્રીજી અને આખરી ટ્રાયલની મંજૂરી મળે છે. બીજી ટ્રાયલમાં ૪૦ કોરોના દર્દીએ ૧૫ દિવસથી સારવાર લીધી તેમાં એકપણ દર્દીને ઓક્સિજનની ઘટ પડી નથી કે દાખલ થવાની નોબત આવી નથી. તેમ યુનિ.એ દાવો કર્યો છે.
જૂનાગઢના આયુર્વેદ ડો. અક્ષય સેવક સાથે ગુજરાત યુનિ. સાથે કરાર કરી કોરોનાના દર્દીઓ માટે ઇમ્પુરાઈઝ દવાનો ઉપયોગ શરૂ કર્યો હતો. યુનિ.ના લાઈફ સાયન્સ વિભાગના પ્રોફેસર અને આ પ્રોજેક્ટ ક્લિનિકલ ટ્રાયલનું મોનિટરિંગ પ્રો. રાકેશ રાવલે કર્યું હતું. દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ડો. સેવકની ઇમ્પુરાઇઝ દવાની કોરોનાના દર્દીઓ ઉપર પ્રયોગ કરતા પ્રથમ ટ્રાયલમાં સફળ થયા બાદ બીજી ટ્રાયલમાં ૪૦ કોરોના દર્દીઓ પરના પ્રયોગમાં ધાર્યા કરતાં સારા પરિણામ મળતા હવે આ ઇમ્પુરાઇઝને ત્રીજી અને આખરી ટ્રાયલની મંજૂરી આપવામાં આવી છે. આ ૪૦ કોરોના દર્દીઓએ માત્ર ૧૫ દીવસ ઇમ્પુરાઈઝ દવાનું સેવન કરવાથી કોરોનાના એક પણ દર્દીને ઓક્સિજનની ઘટ પડી નથી. અને કોઈને હોસ્પિટલમાં દાખલ કરવાની નોબત આવી નથી. જેના આધારે અંતિમ ટ્રાયલની મંજૂરી અપાઇ છે. આ દવા સંપૂર્ણપણે આયુર્વેદ હોવાથી તેની કોઈ આડઅસર નથી. તેમજ રોગપ્રતિરાક શક્તિ મજબૂત બને છે. તેથી મ્યુકર માઇકોસિસ જોવા અન્ય રોગની શક્યતા નહીંવત છે.


comments powered by Disqus