નકલી રેમડેસિવિરને સમગ્ર દેશમાં વેચવાનો હતો આરોપીઓનો પ્લાન

Wednesday 19th May 2021 07:42 EDT
 
 

અમદાવાદ: મોરબી-અમદાવાદથી પકડાયેલું કૌભાંડ મુંબઇ પછી મધ્યપ્રદેશ સુધી આખા દેશમાં એક લાખ બનાવટી રેમડેસિવિર વેચવાનું પ્લાન હતું. મોરબી પોલીસે સમયસર કૌભાંડ પકડી પાડ્યું ન હોત તો આખા દેશમાં એક લાખ નકલી રેમડેસિવિર ઇન્જેક્શન વેચવાનું પ્લાનિંગ હતું. ગ્લુકોઝ અને મીઠાંનું મિશ્રણ કરી બનાવવામાં આવેલા દસેક હજાર નકલી રેમડેસિવિર ઇન્જેક્શન અમદાવાદ, સુરત, મોરબી ઉપરાંત કચ્છ-સૌરાષ્ટ્ર અને મુંબઇ સહિત એકાદ ડઝન શહેરોમાં વેચવા માટે મોકલી અપાયા હતાં.
મોરબી પોલીસે આ કૌભાંડમાં મધ્યપ્રદેશમાં ત્રણ આરોપીને ઝડપી લીધાં છે કે જેમણે ઇન્દોર, જબલપુર સહિતના શહેરોમાં ૧૨૦૦ નકલી રેમડેસિવિર ઇન્જેક્શન વેચવા માટે મેળવ્યાં હતા. સુરતથી કૌભાંડી કંપનીએ મુંબઇ અને મધ્યપ્રદેશમાં નકલી રેમડેસિવિર ઇન્જેક્શન વેચવાનું કારસ્તાન ગોઠવ્યાનો ભાંડાફોડ કરી પાંચ આરોપી ઝડપાયા છે.


comments powered by Disqus