ભાવનગરઃ શહેરના કાળુભા રોડ ઉપર આવેલી હોટલ જનરેશન એક્સના ત્રીજા માળે રૂમ નંબર ૩૦૪માં ટીવીના યુનિટમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી, આ આગ હોટેલમાં રહેલ ફાયર સ્મોક ડિટેક્ટિવ અલારામ શરૂ હોવાથી નીચે સ્ટાફને જાણ તેણે તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરી દીધી હતી, ત્રીજા માળે રહેલા ૫૮ જેટલા પેશન્ટો બહાર તાત્કાલિક બહાર કાઢ્યા હતા. હોટલ જનરેશન એક્સના ત્રીજા માળે રૂમ નંબર ૩૦૪માં ટીવીના યુનિટમાં સ્પાર્ક થતા આગની ઘટના બની હતી, જોકે સ્ટાફ દ્વારા તાત્કાલિક તે રૂમમાં રહેલ ગાદલાં, બારીના પડદોઓ તથા જે કાંઈ સળગે એવી વસ્તુઓ બહાર કાઢી લીધી હતી.
આ આગ રૂમના ટીવીના યુનિટમાં સ્પાર્ક થયો હતો, ત્રીજા માળે ૫૮ જેટલા દર્દીઓ હતા, જેને રીફર કરાયા હતા, અને કુલ હોટલમાં ૬૮ જેટલા દર્દીઓ હતા,જેઓને પ્રાઇવેટ તથા સરકારીમાં સિફટ કરવામાં આવ્યા છે, હાલ અત્યારે ૮ જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જો કે આ ઘટનાની જાણ થતા તંત્રએ તરત જ ઘટના સ્થળે દોડી ગયું હતું અને આજે સવારે તે અંગે તપાસ પણ હાથ ધરી હતી તો જાણવા મળ્યું હતું કે ટીવીના સ્વીચમાં સ્પાર્ક થયો હતો. આ હોટલને થોડા સમય પહેલા જ મંજુરી આપવામાં આવી હતી, આ ઘટનાને લઈ તપાસ હાથ ધરવામાં આવશે, આ અંગે પોલીસે જાણવા જોગ ફરિયાદ લેવામાં આવશે. અત્યારે હાલ તેને નવા એક પણ પેશન્ટ લેવાના નથી તે નિર્ણય કરાયો છે. અત્યારે હોટલ પાસે બધી જ NOC ઉપલબ્ધ છે, મંજૂરીઓ ઉપલબ્ધ છે. આ હોટલને મંજુરી આપી એ પહેલાં સ્ટાફને ટ્રેનિંગ આપવામાં આવી હતી જેને કારણે સ્ટાફ દ્વારા આ ટ્રેનિંગ થી આગ ની મોટી ઘટના બનતા અટકી હતી.