મોદીએ હિસાબ માગ્યો: ગુજરાતને કેન્દ્રએ આપેલા ૫,૪૧૦ વેન્ટિલેટરનું શું કર્યું?

Wednesday 19th May 2021 07:19 EDT
 
 

નવી દિલ્હીઃ ગતવર્ષે ગુજરાતમાં PM કેર ફંડમાંથી ૫,૪૧૦ વેન્ટિલેટર મળ્યા હતા. ગુજરાત સરકારે તેમાંથી ૪,૭૧૧નું જ ઈન્સ્ટોલેશન કર્યાંનું કાગળ ઉપર જણાવ્યું છે. જ્યારે મે મહિનાના પ્રથમ સપ્તાહે ભારત સરકારને ઉપલબ્ધ કરાવવામાં આવેલી માહિતી અનુસાર ગુજરાતમાં ૬૯૯ વેન્ટિલેટરનું તો ઈન્સ્ટોલેશન જ કરવામાં આવ્યુ નથી. જો ખરેખર PM કેર ફંડમાંથી ગુજરાતને મળેલા ૫,૪૧૦માંથી ૪,૭૧૧ વેન્ટિલેટર કાર્યરત હોત તો પણ અનેક દર્દીઓના ફેફસામાં ખુટતા શ્વાસ ભરી શકાયા હોત. કારણ કે ગુજરાત સરકારે આ સમયગાળામાં રોજના ૭૦૦ જેટલા જ દર્દીઓ વેન્ટીલેટર ઉપર હોવાનું જાહેર કર્યુ છે. હકિકતમાં પંજાબ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત દેશના અનેક રાજ્યોની સરકારોએ PM કેર ફંડમાંથી આવેલા વેન્ટિલેટર ખરાબ હોવાની ફરિયાદો કરી હતી. એટલુ જ નહિ, તેમાં મોટાપાયે કૌભાંડ થયાના આક્ષેપો કર્યા છે. આથી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિટ કરાવવા આદેશ આપ્યો છે. આરોગ્ય મંત્રાલયને રિપોર્ટ સોંપવા પણ કહ્યું છે. 


comments powered by Disqus