અમદાવાદ: ગાંધીનગરમાં રહેતા ૨૯ વર્ષીય હર્ષ પટેલ અને ૨૮ વર્ષીય અવનિ પટેલ ૯૭ કિમી દૂર આવેલી બહુચરાજી સિવિલ હોસ્પિટલમાં કોરોનાની રસી લેવા પહોંચ્યાં છે. તેઓ કહે છે. સ્થાનિક સ્તરે ઓનલાઇન બુકિંગ નહી મળતાં દૂરનું તો દૂરનું પણ અહીં રસી તો મળે છે તો ભદ્રેશભાઇ અને સ્નેહલભાઇ પટેલ પણ રસી માટે ૧૧૦ કિમી. દૂર અમદાવાદથી આવ્યા છે.
આવા તો ૧૫થી ૨૦ યુવાનોને જે ઇડર, ઊંઝા, કલોલ, જેતલપુર સહિતના ૫૦થી લઇને ૧૨૫ કિમી દુરથી આવ્યા છે. તો રાજકોટથી ૨૮૫ કિમી દૂર, વડનગર રસી લેવા આવેલા યુવાને જણાવ્યું કે રાજકોટમાં રજીસ્ટ્રેશન માટે ટ્રાય કરીને થાક્યો હતો.
રસી લેવી જ હતી એટલે વડનગર મળ્યું તો લઇ લીધું. વડનગરના ફિમેલ હેલ્થ સુપરવાઇઝર ચંપાબેને જણાવ્યું કે અંકલેશ્વરથી આવેલા એક યુવાનને દર ૫ મહિને વિદેશ જવાનું હોઇ રસી લેવામાં વડનગર આવ્યા હતા.