ગાંધીનગરઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં મુખ્યપ્રધાને કોરોનાના સંક્રમણમાં રાજ્યમાં વિદ્યાર્થીઓને સુરક્ષિત રાખવાના કોરોનાની આ સ્થિતિમાં રાજ્યના ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-૧૦ એસ.એસ.સી.ના નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે. જ્યારે ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન નહીં આપી આગામી સમયમાં પરિક્ષાનું આયોજન કરાશે.