ગાંધીનગરઃ ૮ મહાનગરો સહિત ૩૬ શહેરોમાં ૧૮મેથી બજારો ખોલવા સરકાર આગળ વધે તે પહેલા સમગ્ર રાજ્યનું વહીવટીતંત્ર વાવાઝોડાને કારણે સર્જાયેલી પરિસ્થિતને પહોંચી વળવા કામે લાગ્યું હતું. આથી આ શહેરોમાં રાત્રિ કરફ્યૂ સહિતના નિયંત્રણોની મુદ્દત વધુ ત્રણ દિવસ માટે લંબાવાઈ હતી.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, સાંપ્રત સ્થિતિને ધ્યાને રાખીને આ નોટિફિકેશનની મુદ્દત ૧૮ મેથી ૨૦ મે સુધી લંબાવવા સરકારે નિર્ણય કર્યો છે. કોરોનાના કેસમાં ઘટાડો આવ્યો છે.