અમદાવાદઃ ગુજરાતીઓએ વાવાઝોડાની દહેશત વચ્ચે પણ સોશિયલ મીડિયામાં મનોરંજક પ્રતીભાવો, જોકસ અને કટાક્ષ વહેતા કરી આનંદ લીધો હતો. વાવાઝોડાને લગતાં મનોરંજન આપતાં અનેક પ્રતિભાવો, જોક્સ અને કટાક્ષ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. જેમાં વાહ પ્રભૂ વાહ તારી લીલા ગજબ, હમણાં લોકો હવા માટે મરતા હતા, હવે હવાથી બચવા હવાતિયા મારે છે. દમણમાં ભારે પવન અને વરસાદ હોવાથી બોટલો ઊડીને ગુજરાતમાં આવી શકે છે. ૪૦-૫૦ કિલોવાળાએ વાવાઝોડા દરમિયાન ઘરની બહાર ન નીકળવું, ગોતવા કોઈ આવશે નહી. આવા મનોરંજનથી ભરપૂર મેસેજ શેર થતા રહ્યા હતા.
• બહાર સુકાતી તમારી “ચડ્ડી “ને ઘરની અંદર લઈ લેજો, જો કોઈ બીજાના ઘરેથી મળશે તો. ઘરમાં ખોટો વિવાદ થશે-લી.ચક્રવાત
• સાવધાન ગુજરાતમાં અગાઉ આવેલા મોટાભાગના વાવાઝોડા સોમનાથ આવતા તો મહાદેવને મળીને પોરબંદર આવતા તો સુદામાને મળીને દ્વારકા આવતા તો કાળિયા ઠાકરને મળીને પાછા વળી ગયા હતા. પણ આ વખતે દિવ થઈને આવે છે સાચવજો હો.
• આકાશમાં: તિડ, જમીન પરઃ કોરોના, ભુર્ગભમાં: પ્રલય, દરિયામાં: ચક્રવાત, ઘરેઃ પત્ની અને છતાં પણ આરોગ્ય સેતુ એપ કહે છે યુ આર સેફ, વાહ! વાવા ઝોડું
• ગુજરાતી અને એમાય કાઠીયાવાડી કોઈના બાપથી ન બીવે અને વાવાઝોડાથી તો જરાઇ નય. અમારે તો ઘરે ઘરે વાવાઝોડું
• હમણાજ સાસરેથી ફોન આવ્યો વાવાઝોડાની અસર કેવી છે? મે કીધુ ૨૫ વર્ષે પૂછો છો?
• જેમના આ બે દિવસમાં લગ્ન થયા છે એમને બબ્બે વાવાઝોડાનો સામનો કરવાનો છે.
• વાવાઝોડુ ગુજરાત આવશે તો તેનો RTPCR રિપોર્ટ થાશે?
• પત્નિઃ હુ ઘરમાં છું ને વિડીયો કોલ કર્યો ,પતિઃ છોકરાએ જીદ કરી મારે વાવાઝોડુ જોવુ છે.