સ્મશાનમાં પુત્રની ચિતા સળગી હતી ત્યાં જઇ સૂઇ જાય છે માતા

Wednesday 19th May 2021 08:14 EDT
 
 

અમીરગઢ: બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના જુનીરોહ ગામે માતૃપ્રેમની કરુણ વાસ્તવિકતા સામે આવી છે. ગામનાં મંગુબેન ચૌહાણના હર્યાભર્યા પરિવારમાં પતિ શંકરભાઇનું દસ વર્ષ અગાઉ અકસ્માતમાં નિધન થઇ ગયું હતું. તેમની બે પુત્રીઓ, બે પુત્રો પૈકી દીકરીઓ અને એક દીકરાના લગ્ન થઇ ગયાં છે. સૌથી નાનો પુત્ર મહેશ ખૂબ લાડકવાયો હોઇ માતાની નજીક જ રહેતો હતો. માતાની ખૂબ જ સારસંભાળ રાખતો હતો. દરમિયાન ચારેક માસ અગાઉ જુનીરોહ નજીકથી પસાર થતાં રેલવે ટ્રેક નજીક મહેશનો મૃતદેહ મળી આવ્યો હતો. પુત્રની અણધારી વિદાયથી માતા શોકમગ્ન બની ગયા છે. તે ચોધાર આંસુએ રડી રહી છે. અને તેની યાદમાં પુત્રને જે જગ્યાએ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં. તે સ્મશાનમાં પુત્રની રાખ નજીક સૂઇ જાય છે. ગામ લોકોને ખબર પડે ત્યારે તેમને ત્યાંથી ઘરે લઈ જાય છે.


comments powered by Disqus