અમદાવાદ: ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે ચારધામની યાત્રાએ નીકળેલા ગુજરાતના સેંકડો પ્રવાસીઓ અધવચ્ચે અટવાઇ ગયા છે. ઉત્તરાખંડ સરકારે રેડ એલર્ટ જાહેર કરતાં પ્રવાસીઓને સલામત સ્થળે ખસેડાયા છે.
ઉત્તરાખંડમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી હોવાથી ચારધામ યાત્રા અટકાવી દેવાઈ છે. ગુજરાતના સેંકડો યાત્રિકો ઉત્તરકાશી, નેતાલા અને આસપાસના વિસ્તારોમાં અટવાઇ ગયા છે. મણિનગરનો એક પરિવાર નેતાલામાં ફસાયો છે. પરિવારે પ્લેનનું બુકિંગ હોવાથી યાત્રા ટૂંકાવવાનો વખત આવ્યો છે. તેમના જણાવ્યા મુજબ ગંગોત્રીમાં ભારે વરસાદના કારણે ૩૦૦૦થી વધુ ગાડીઓ અટકાવી દેવામાં આવી છે.
જ્યારે રાજકોટના ૧૮૦ લોકોનું એક ગ્રૂપ ગંગોત્રી જતા જ રસ્તામાં ફસાઇ ગયું છે. ધોળકા વિદ્યાલયના શિક્ષક ચેતનભાઈએ કહ્યું કે, અમે ઉત્તરકાશીથી ગંગોત્રી રોડ પર આવેલા નેતાલામાં ફસાઈ ગયા છીએ. અમારી એક જ યાત્રા થઈ છે.