કોરોના બાદ રાજકોટમાં ૬૦ ફૂટના રાવણનું દહન

Tuesday 19th October 2021 13:06 EDT
 
 

રાજકોટઃ કોરોના મહામારી બાદ પ્રથમ વખત શહેરના રેસકોર્સના મેદાનમાં મોટી સંખ્યામાં રાવણ દહનનો કાર્યક્રમ માણ્યો હતો. દશેરા અને દશહરા અર્થાંત રાવણમાં દસ માથાં સહિત તેને વધ, તેને વિજ્યાદશમી તિથિ પણ કહેવાય છે. અર્થાત્ તે દિવસે પ્રભુ શ્રીરામે આસૂરીવૃત્તિનો નાશ કરીને તને ઉપર વિજય પ્રાપ્ત કર્યો તેની આ તિથિ વિજ્યાદશમી તરીકે પણ પ્રચલિત છે. શહેરના રેસકોર્સના મેદાનમાં શુક્રવારે સાંજે ૭ કલાકે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રાવણદહનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૬૦ ફૂટના રાવણનું પૂતળું અને ૩૦-૩૦ ફૂટના મેઘનાથ અને કુંભકર્ણના પૂતળાનું દહન કરાયું હતું. કોરોના મહામારી બાદ પ્રથમ વખત રાજકોટમાં રાવણદહનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો ઊમટ્યા હતા. અને આકાશી આતશબાજીનો પણ લહાવો લીધો હતો.આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે આર્ષ વિદ્યામંદિરના અધ્યક્ષ પરમાત્માનંદ સરસ્વતીજી પધાર્યા હતા અને વિજયદશમી ઉપર પ્રેરક પ્રવચન આપ્યું હતું. રેસકોર્સના ખાસ તૈયાર કરેલા મંડપમાં શસ્ત્રો પમ સજાવ્યા હતા અને દરેક મુલાકાતી શસ્ત્રનું પૂજન કરી શકે, બાળકો શસ્ત્રનું પૂજનનું મહત્વ જાણે અને સમજે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.


comments powered by Disqus