જૂનાગઢ: જૂનાગઢ મોટી હવેલીના મોભી પુષ્ટિસંપ્રદાયના મસીહા, અનોખા ગૌપ્રેમી અને લાખો વૈષ્ણવોના પ્રિય કિશોરચંદ્રજી મહારાજ ટૂંકી બિમારી બાદ ૧૬ ઓક્ટોબરે મહાપ્રયાણ કરતા વૈષ્ણવ સંપ્રદાયમાં ઘેરો શોક છવાયો છે. જૂનાગઢની આઝાદી માટે અરજી હકુમત સેનાએ મોરચો માંડ્યો ત્યારે ગોસ્વામી કિશોરચંદ્રજી મહારાજએ હવેલીમાં હથિયરો ઉતારવા દઈ આ લડતમાં અનન્ય સહયોગ આપ્યો હતો. તેવી રીતે વૈષ્મવ સંપ્રદાયને મજબૂત બનાવવા અથાગ પ્રયાસો કર્યા હતા.
ગૌસ્વામી કિશોરચંદ્રજી મહારાજ એક વચનબદ્ધ બાવાશ્રી હતા અને અનોખો ગૌપ્રેમ હતો. દુષ્કાળ બાબતે ગૌશાળાની હજારો ગાયોને દત્તક લીધી હતી. તેના નિભાવ માટે સરકાર દ્વારા સમયસર નાણાં ન ચૂકવાતા પોતાના પત્નીના દાગીના ગિરવે મૂકી ગાયોને બચાવી હતી. ઉપરાંત પુષ્ટિ સંપ્રદાયમાં મોટી હવેલી હસ્તકના બાળમંડિલ, યુવામંડળને પ્રેરણા આપી ગામડે ગામડે ગૌશાળા બને તેવા પ્રયાસો કર્યા હતા.
