નવીદિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ માળખાકીય વિકાસના કામોમાં ઝડપ લાવવા, પ્રોજેક્ટનો ખર્ચ ઘટાવા, નોકરીઓનું સર્જન કરવા અને સમૃદ્ધિ લાવવા આગામી ૪ વર્ષમાં રૂપિાય ૧૧૧ લાખ કરોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટના આયોજન અને અમલ માટે પીએમ ગતિશક્તિ નામની ઓનલાઈન ગવર્નન્સ સિસ્ટમનો પ્રારંભ કરાવ્યો હતો.
દિલ્હીમાં પ્રગતિ મેદાન ખાતે નવા પ્રદર્શન હોલનું ઉદ્ઘાટન કરતાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે, પીએમ ગતિશક્તિ માસ્ટર પ્લાન ન કેવળ સરકારી પ્રક્રિયાઓ અને અલગઅલગ સ્ટેક હોલ્ડરોના સમન્વય કરશે પરંતુ અલગઅલગ પ્રકારના પરિવહનને સાંકળવામાં પણ મદદરૂપ બનશે.
ગતિશક્તિ અંતર્ગત ૨૦૨૪-૨૫ સુધીના લક્ષ્યાંક
• તામિલનાડુ અને ઉત્ત્રપ્રદેશમાં ૧૧ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર અને બે નવા ડિફેન્સ કોરિડોર
• દેશના તમામ સામોને ફોરજી કનેક્ટિવિટી
• રિન્યૂએબલ એનર્જીની ઉત્પાદન ક્ષમતા ૮૭.૭ ગીગાવોટથી વધારીને ૨૨૫ ગીગાવોટ કરવી
• નેશનલ હાઈવેનું નેટવર્ક વધારીને બે લાખ કિલોમીટર કરવું
• વીજળી ટ્રાન્સમિશન નેટવર્કની લંબાઈ વધારીને ૪,૫૪,૨૦૦ સરકિટ કિમી કરવી
• ૨૨૦ નવા એરપોર્ટ, હેલિપોર્ટ અને વોટર એરોડ્રોમનું નિર્માણ

