ઊના: ઊનાના સૈયદ રાજપરા ગામના માછીમાર ભીખાભાઇ બાંભમિયાની માલીકીની લક્ષ્મી પ્રસાદ નામની બોટ દરિયામાં ૫૦ નોટીકલ માઇલ દૂર ફિશિંગ કરવા ગઇ હતી. ત્યારે ફિંશીંગ નેટમાં ધોલ નામની અતિ કિંમતી માછલીઓ જથ્થો હાથ લાગ્યો હતો. આથી બોટ પર માછીમારોમાં ખુશીની લહેર છવાઇ ગઇ હતી.ખુબીની વાત એ છેકે બોટ માલિકે મન ન માનતું હોવા છત્તાં બધાના આગ્રહથી દેવું કરીને બોટ લીધી હતી. ઊના તાલુકાના સૈયદ રાજપરાના ભીખાભાઇ પૂનાભાઇ બાંભણિયાની લક્ષ્મીપ્રસાદનામની બોટ સૈયદ રાજપરા દરિયામાં ફીશીંગ કરવા ગઇ હતી. બોટ અંદાજે ૩૦થી ૫૦ નોટિકલ માઇલ દૂર ફીશિંગની જાળ પાથરી હતી. તેમાં ૧૭૦૦થી વધુ ધોલ માછીનો જથ્થો સપડાઇ ગયો હતો. જેની કિંમત લગભગ ૫ કરોડ રૂપિયા થાય છે. માછલીના જથ્થાનો વીડિયો ઉતારી બોટ માલિકને જાણ કરતાં તેમનો પોતાની આંખો પર વિશ્વાસ નહોતો બેઠો. આ જથ્થો એટલો બધો હતો કે કે એક બોટમાં સમાતો ન હોઇ બીજી બોટોને બોલાવી હતી.