ચંડીગઢઃ ડેરા મેનેજર રણજિતસિંહની હત્યાના કેસમાં ડેરા સચ્ચા સોદાના વડા ગુરમીત રામરહીમને આજીવન કેદની સજા થઈ છે. સીબીઆઈની વિશેષ અદાલતે આ કેસમાં અન્ય ચારને પણ આજીવન કેદની સજા સંભળાવી છે. સ્પેશિયલ કોર્ટે રામરહીમને રૂ. ૩૧ લાખનો દંડ કર્યો હતો જ્યારે અન્ય ચાર દોષિતોને રૂ. ૫૦-૫૦ હજારનો દંડ કર્યો હતો. રણજંતસિંહની હત્યા માટે રામરહીમ ઉપરાંત સબદીલ, અવતાર, જસબીર અને કૃષ્ણને દોષિત જાહેર કર્યાહતા. રણજિતસિહના પરિવાર કહેવું છે કે તેમણે ન્યાય માટે લાંબી લડાઈ કરી છે અને તેઓ કોર્ટો પાસે આરોપીને ફંસીની સજા કરવાની અપેક્ષા રાખતા હતા. જો કે કોર્ટે આરોપીને આજીવન કેદની સજા સંભળાવી છે. નોંધનીય છે કે દોષિત રામરહીમસિંહ પહેલેથી જ જેલમાં સજા કાપી રહ્યો છે. ૧૦ જુલાઈ ૨૦૦૨ના રોજ રણજિતસિંહની હત્યા થઈ હતી.
અજ્ઞાત પત્ર પ્રસારીત થતા રણજિતસિંહની હત્યા થઈ
એક અજ્ઞાત પત્ર પ્રસારિત કરવામાં તેની શંકાસ્પદ ભૂમિકાની પાછળ તેની હત્યા કરી નાખવામાં આવી હતી. આ પત્રમાં એવું જણાવવામાં આવ્યુ હતું કે ડેરા પ્રમુખ ડેરાના મુખ્યાલયમાં કેવી રીતે મહિલાઓનું યૌન શોષણ કરે છે. સીબીઆઈની તપાસ અનુસાર ડેરા પ્રમુખ રામરહીમ માનતો હતો કે અજ્ઞાત પત્ર પ્રકાશિત કરવા પાછળ રણજિતસિંહ હતો તેથી રણજિતની હત્યા કરવાનો નિર્ણય કર્યો હતો અને તેના માટે કાવતરું રચ્યું હતું.

