રાધનપુરના ભાજપના પૂર્વ ધારાસભ્યે સમી આશ્રમમાં હવામાં ફાયરિંગ કર્યું

Tuesday 19th October 2021 12:55 EDT
 

સમીઃ તાલુકાના વરાણા ખાતે આવેલા રવિભાણ આશ્રમમાં દશેરાના પર્વ પર ક્ષત્રીય ઠાકોર સમાજ દ્વારા શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં રાધનપુરના ભાજપના પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોર ભાન ભૂલ્યા હતા અને શસ્ત્ર પૂજન કર્યા બાદ આસ્રમના પટાંગણમાં હવામાં ફાયરીંગ કર્યું હતું.
વરાણા ખાતે રવિભાણ આશ્રમમાં ક્ષત્રીય સમાજના આગેવાનો દ્વારા દશેરાને લઈ શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં સાંતલુપરુ, રાધનપુરત સમીના ક્ષત્રીય સમાજના આગેવાનો અને પૂર્વ ધારાસભ્ય લવિંગજી સોલંકી અને રાધનપુરના પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોર તેમજ નિરૂબહેન રાઠોડ સહિતના આગેવાનોએ હાજરી આપી હતી. શસ્ત્ર પૂજના કાર્યક્રમ બાદ આગામી ચૂંટણીઓને લઈ ચર્ચા પણ કરવામાં આવી હતી. શસ્ત્ર પૂજન બાદ રાધનપુરના પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોરે આશ્રમના પટાંગણમાં હવામાં ફાયરીંગ કરતાં ગભરાટ ફેલાયો હતો. આ કૃત્યનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.


comments powered by Disqus