નવીદિલ્હી: એક અત્યંત ઘૃણાસ્પદ ઘટનામાં હરિયાણા અને દિલ્હીની સિંઘુ સરહદ પર ખેડૂતોના આંદોલન સ્થળ નજીક એક યુવકની કરપીણ હત્યા કરી નાખવામાં આવી હતી. ૩ કૃષિ કાયદા રદ કરવાની માગ સાથે કુંડલી નજીકની સિંઘુ સરહદ પર ખેડૂતોના ધરણા સ્થળના મુખ્ય સ્ટેજની પાછળ પોલીસ બેરિકેડ પર ૩૫ વર્ષના યુવકનો મૃતદેહ લટકાવેલો મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર પંજાબા તરનતારન જિલ્લાના ચીમા ખુર્દ ગામના રહેવાસી લખબીરસિંહના હાથ-પગ કાપી નાખીને લટકાવી દેવાયો હતો. લખબીરસિંહ ૩ પુત્રીનો પિતા હતો. ચકચારી ઘટનામાં ઉહાપોહ મચી ગયો હતો. ઘટનાના બીજા દિવસે એક બાદ એક ક્રમશઃ ચાર નિહંગોેએ આત્મસમર્પણ કરી દીધું હતું. જોકે, એક તબક્કે આ ઘટનાને ખેડૂત આંદોલન સાથે જોડવાની કોશીશ પણ કરવામાં આવી હતી.