ઐતિહાસિક આરંભઃ હાઇ કોર્ટની કામગીરીનું લાઇવ ટેલિકાસ્ટ

Thursday 22nd July 2021 03:45 EDT
 

અમદાવાદઃ ગુજરાત હાઈ કોર્ટ એ દેશની એવી પ્રથમ કોર્ટ બની છે કે, જ્યાં ૧૯ જુલાઈથી કોર્ટની કાર્યવાહીનુ જીવંત પ્રસારણ શરૂ થયું છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એન. વી. રમણે હાઈ કોર્ટની તમામ કોર્ટની કામગીરીનું જીવંત પ્રસારણ કરવાના પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો હતો. ચીફ જસ્ટિસે કહ્યું હતું કે, ‘ટૂંક સમયમાં જ સુપ્રીમ કોર્ટની કેટલીક કોર્ટની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરાશે. કોર્ટ કાર્યવાહીના જીવંત પ્રસારણથી જ્યુડિશિયરીમાં લોકોનો વિશ્વાસ વધશે. કોર્ટની કાર્યવાહી એ વકીલો, અરજદારો અને જાહેર હિતમાં હંમેશા ખુલ્લી રહી છે. જોકે, વાસ્તવિકતા એ છે કે, ગરીબી, સામાજિક અસમાનતા, જાગૃતિનો અભાવ સહિતના મુદ્દાને લઈ મોટા ભાગના લોકો કોર્ટ કાર્યવાહીમાં અસરકારક રીતે ભાગ લઈ શકતા નથી.


comments powered by Disqus