મોડાસા: જીંદગી બચાવવા માટે રક્તદાન કેટલું મહત્વનું છે તેના અવાર નવાર કિસ્સા આપણે સાંભળી છે, એક શ્વાને લોહી આપી બીજા શ્વાનનો જીવ બચાવ્યો હોવાનો પહેલો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં મોડાસા શહેરના ગેબીનાથ મંદિરના એક તંદુરસ્ત શ્વાનનું લોહી લઈ કિડની અને લીવરની બીમારીથી પીડાતા બીજા શ્વાનને ચઢાવી જીવ બચાવાયોનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
મોડાસાના ગેબીનાથ મંદિર પાસે એક શેરી શ્વાન બીમાર હોય ડો.જીતેન્દ્ર ભુતડિયા અને ડો.નેહલ રાઠોડે કરૂણા હેલ્પલાઈન-૧૯૬૨ના સહયોગથ બ્લડ ચઢાવવાનો નિર્ણય કર્યો. નજીકમાં આવેલા ગેબીનાથ મહાદેવ મંદિરના મહંતની મંજૂરી લઈ લોહી ચઢાવવામાં આવ્યું હતું. બીમાર શ્વાનને લોહી ચઢાવતા છેલ્લા કેટલાક દિવસથી મૃતપાય હાલતમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલ શ્વાનને નવજીવન આપ્યું હતું.