અમદાવાદ: રાજ્યમાં અત્યાર સુધી ૨૩ ટકા વરસાદ થયો છે. ગત વર્ષે ૧૮ જુલાઇ સુધી રાજ્યમાં ૩૬ ટકા વરસાદ થયો હતો. ગત વર્ષની સરખામણીએ ૧૩ ટકા ઓછો વરસાદ છે. સરેરાશની સામે રાજ્યમાં ૩૯ ટકાની ઘટ છે. રાજ્યમાં ૩૩માંથી ૩૨ જિલ્લાઓમાં સરેરાશથી ઓછો વરસાદ છે. તાપીમાં સરેરાશથી ૭૩ ટકા, ગાંધીનગરમાં ૬૯ ટકા તો દાહોદમાં ૬૧ ટકા વરસાદની ઘટ છે. ૯ જિલ્લાઓમાં વરસાદની ૫૦ ટકાથી પણ વધારે ઘટથી ચિંતા વધી છે. છેલ્લા ૬ વર્ષની સરખામણીએ આ વર્ષે જુલાઇમાં સૌથી ઓછો વરસાદ છે.