વડોદરામાં જ્વેલર્સને આંખમાં મરચાની ભૂકી નાંખી લૂંટી લેવાયા

Thursday 22nd July 2021 04:34 EDT
 

વડોદરાઃ શહેરના ખોડિયારનગર વિસ્તારમાં આવેલા વલ્લભ જ્વેલર્સના માલિકની આંખમાં લૂંટારાએ મરચાની ભૂકી નાખીને માત્ર ૨ સેકન્ડમાં જ ૧.૪૦ લાખ રૂપિયાની કિંમતની ૩૦ ગ્રામની સોનાની ત્રણ ચેઇન લૂંટીને બાઇક ઉપર ફરાર થઇ ગયા હતા. ધોળા દિવસે ફિલ્મી ઢબે બનેલા લૂંટના આ બનાવે વિસ્તારમાં હાહાકાર મચાવી મૂક્યો હતો. જોકે, જ્વેલર્સના શોરૂમમાંથી લૂંટ ચલાવી ફરાર થઇ ગયેલા લૂંટારૂ શો-રૂમ સ્થિત CCTVમાં કેદ થઇ ગયા હતા. બાપોદ પોલીસે ફરિયાદના આધારે બે લૂંટારૂ સામે લૂંટનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.
ખોડિયારનગરમાં આવેલા વલ્લભ જ્વેલર્સમાં લૂંટારૂ ત્રાટક્યા હતા અને જ્વેલર્સના માલિકની આંખમાં ફિલ્મી ઢબે મરચાની ભૂકી નાખીને ૧.૪૦ લાખ રૂપિયાની કિંમતની સોનાની ત્રણ ચેઇન લૂંટી ફરાર થઇ ગયા હતા. ધોળે દિવસે યોજનાબદ્ધ રીતે ત્રાટકેલા બે લૂંટારૂ પૈકી દુકાનમાં ધસી આવી લૂંટ ચલાવી ફરાર થઇ ગયેલા લૂંટારૂને ઝડપી પાડવા માટે જ્વેલર્સના નાનાભાઇએ પીછો પણ કર્યો હતો. પરંતુ, લૂંટારુ હાથ લાગ્યા ન હતા. જ્વેલર્સે દુકાનની બહાર જઇને બુમરાણ પણ મચાવી હતી. પરંતુ, લૂંટારૂઓ ફરાર થઇ જવામાં સફળ રહ્યા હતા.


comments powered by Disqus