અમદાવાદ: ઈરાનના અબ્બાસ બંદરથી કચ્છના અદાણી મુન્દ્રા બંદરે મોકલવામાં આવેલા બે કાર્ગો કન્ટેનરમાંથી રૂ. ૨૧ હજાર કરોડના હેરોઈન મામલે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ અફઘાન નાગરિક ૨૧ વર્ષના શોભન આર્યનફર અબ્દુલ હમીદની દિલ્હી એરપોર્ટથી તા. ૧૨મીને રવિવારે ધરપકડ કરી છે.
આરોપી શોભન આર્યનફન અબ્દલ હમીદ દક્ષિણ દિલ્હીમાં રહેતો હતો અને તેને એનઆઈએ દ્વારા અમદાવાદની ખાસ કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે. આમ અત્યાર સુધીમાં ચોથો અફઘાન નાગરિક સહિત સાત જણાની એનઆઈએ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
મુંદ્રા બંદરમાં બે કાર્ગો કન્ટેનરમાંથી મળેલ ૨,૯૯૧ કિલો હેરોઈનકાંડમાં અફઘાન નાગરિક સઈદ મોહમ્મદ, ફ્રદીન અમેરી અને પ્રદીપ કુમારની એનઆઈએ દિલ્હીથી ધરપકડ કરી હતી. જેમની પુછપરછમાં બહાર આવ્યુ હતુ કે, પ્રતિબંધ હેરોઈનનો જથ્થો દિલ્હીના અલીપુરમાં એક દુકાનમાં એકત્ર કરવામાં આવ્યો હતો અને તેને શુદ્ધ કર્યા પછી મોકલવામાં આવ્યો હતો.
મેસર્સ હસન હુસેન મારફતે ટેલ્ક પાવડરનું કન્ટેનર મોકલેલું હતુ અને હસન હુસેન લિમિટેડ દ્વારા નિકાસ કરવામાં આવે છે. જેમાં દક્ષિણ દીલ્હીમાં રહેતા શોભન આર્યનફર અબ્દુલ હમીદ સંડોવાયેલ હોવાનું બહાર આવ્યુ હતુ.
જેના પગલે એનઆઈએ દ્વારા વોચ ગોઠવતા આરોપી શોભન આર્યનફન અબ્દુલ હમીદને ઝડપી લીધો હતો. પકડાયેલા આરોપીની પુછપરછ દરમ્યાન બહાર આવ્યુ છે, ૨૯૦૦ કરોડના હેરોઈકાંડના કન્સાઈમેન્ટમાં તેની સાથે અન્ય પણ સામેલ છે. છેલ્લા ઘણા સમયથી દિલ્હીમાં રહીને નારકોટીકસની હેરાફેરીમાં સામેલ છે. અમિત તરીકે ઓળખાતા હસન હુસૈનના માર્કેટિંગ એજન્ટને ડ્રગનો
જથ્થો વેચવો તેની સૂચના આપવાની હતી.
