ભરૂચઃ આમોદ તાલુકાના કાંકરિયા ગામે ધર્માંતરણ કરવાના પ્રકરણમાં પોલીસની સતત તપાસમાં વધુ ૬ આરોપીને ઝડપી લેવાયા છે. બે ટ્રસ્ટીને પણ પોલીસે કસ્ટડીમાં લીધા છે. સમગ્ર કેસમાં ચાર આરોપી પોલીસ કસ્ટડીમાં છે જ્યારે ૬ની ધરપકડ થતાં કુલ આંક ૧૦ થયો છે. છ આરોપીને ૪ દિવસના રિમાન્ડ પર લેવાયા છે.
તાજેતરમાં ઝડપાયેલા ૬ આરોપીના રિમાન્ડ મેળવવા તેમને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ થઈ રહી છે.
આ ગુનામાં પકડાયેલા આરોપીઓએ એકત્ર કરેલું અંદાજિત ફંડ રૂ. ૧૪ લાખ પૈકી રૂ. ૭ લાખ રીઝવાને બહેરીન ખાતેના ઈસ્માઈલ નામના ઈસમ પાસેથી બેંક ટુ બેંક રકમ મેળવી છે તથા અન્ય રકમ અલગ-અલગ મુસ્લિમ સંપ્રદાયના નાગરિકો પાસેથી જકાતના ભાગરૂપે મેળવી હોવાનું સામે આવ્યું છે.
